1.4.10

હું શું કરું ?

હું શું કરું ?


કોઈ પડદાની ઓથમાં સંતાઈ ને મારા િદલ ને રમાડે તો હું શું કરું ?
છુપી બંસરી કનૈયાની ચોરી કરી કોઈ રાધા વગાડે તો હું શું કરું ?
વીજળી મારું મકાન ભાળે ભલે હું સહી લઉં મુખ થી ઉફ્ફ નાં કહું
પણ એના કાતિલ નયનોની ચિનગારીઓ આગ દિલ ને લગાડે તો હું શું કરું ?
મારા દિલ નું એ મકાન ખાલી હતું વાત જોઈ પુન તું આવી નહિ હું શું કરું ?
કોઈ બદલે તમારી આવી ને એને રાખી લે ભાડે તો હું શું કરું ?
જિંદગી ની સફર માં અમે સાથે જ હતા,પાસે આવી ને મંઝીલે થાકી ગયા
દોષ દેશો ના તમો ભલા એ કદમ નાં ઉઠાવે તો હું શું કરું ?


ભારતીય સંસ્કૃિત

ભારતીય સંસ્કૃિત

કપ્ડા થઇ ગયા છે ફેશન માં ટૂંકા
લાજ શરમ ક્યાંથી હોય ?
ખોરાક થઇ ગયા છે ફાસ્ટ ફૂડ
શક્િત ક્યાંથી હોય ?
પ્લાસ્ટીક ના થયા ફૂલ
સુગંધ ક્યાંથી હોય ?
મેકપ થી ચેહરા થયા સુંદર
રૂપ ક્યાંથી હોય ?
શીક્ષકો થયા પૈસા નાં ભૂખ્યા
સાચું શીક્ષણ કે વીધ્યા ક્યાંથી હોય ?
પ્રોગ્રામ થયા ટીવી ચેનલ નાં
સંસ્કાર ક્યાંથી હોય ?
માનવ બન્યો સ્વાર્થી
દયા ક્યાંથી હોય ?
ભારત.....આર્તનાદ પોકારે છે
ક્યાં ગઈ ભારતીય સંસ્કૃિત ???
ક્યાં ગઈ ભારતીય સંસ્કૃિત ???
ક્યાં ગઈ ભારતીય સંસ્કૃિત ???

શબ્દો ની સરવણી

શબ્દો ની સરવણી

પર્ણ , પુષ્પ, પથ , પર્વત, પ્રજ્ઞા ને પ્રેમ પ્યારા છે બહુ મને
સુર , સ્વર, સંગીત , સરોવર, સંધ્યા, સમાવવા છે ભીતરમાં મારે
દિપ , દુનિયા , દિલ , દાવાનળ ને દયા દઝાડે છે વારંવાર મને
મોહ , માયા, મમતા, મદ , મનસા , ને મેદની મનમાં અતિ ચૂમે છે મને
નેણ , નેહ , નામના , નિશા , નવરાશ , નબળાઈ એ મારી જરાક
તૃપ્તિ, ત્વરા, તરવરાટ, તેજ , તાદાત્મ્ય, તરવરે છે તરંગ રૂપે મુજમાં
કાવ્ય , કમળ, કેસુડો ,કળા ને કોકિલ કહે છે કઈ કાન માં મારા
હાસ્ય , હાશ, હર્ષ , હવા , હળવાશ ,હરખાવે છે સપર્શી ને મને
રંગ , રસ , રમણીયતા , રતાશ , રસિકતા , રોમાંચ લાવે છે હૃદય માં
આસ્થા, આશા , અસ્મિતા , આકાંક્ષા , આસ્વાદ છુ એ રૂપે જીવન ને
જગત, જનમ , જનની , જોખમ , જીવતર ,જામતી નથી વાર્તા મારી આ સર્વ ને
વાદળ , વેદના , વ્યથા , વસવસો , વલોપાત , વમળ બની ડૂબાડવા ચાહે છે મને
ધૈર્ય, ધરપત , ધવલતાથી ધ્રુર્ણા , ધરખમ ધોધ વચ્ચે પણ તરી નીકળીશ
આ સંસાર સાગર હું આત્મ બળથી