7.10.12

બોલ - અબોલ

અમે બી કદી બોલ્યા નહી

તમે બી ક્યાં કદી બોલ્યા છો ?

પત્ર પર્બીડીયે બીડ્યા નહી

કમળ મન ના કદી ખોલયા નહી

એકલી આંખ બે બોલતી રહી

એ અર્થ આપ સમજ્યા નહી

આવ - જા ઈશારા ની થતી રહી

વરસો વહ્યા વાત અબોલી રહી

રોજ - રોજ મળતા અહીં ને તહી

તો એ એક મેક ને મળ્યા નહી

તું કહે - તું કહે કહી તડપતા રહ્યા

વાત મનની આમ મન માં ને મનમાંજ રહી

સમજ - સમજ માં સમજ અધુરી રહી

ને રોમે - રોમ પાન ખર ફૂટી રહી

વણ કહી કથની અનકહી રહી

આયખું પૂરું ને વાત અધુરી રહી

આવકાર્યા આપ ને આવજો કહી

િવરમી ભેળાં થાશું કહી ન કહી

આશા અમર સદા રાકવી નહી

રાધીકા ની કહી કથા વ્યથા અહીં

વાત તમે મર્મ ની સમજ્યા નહી

અમે બી કદી બોલ્યા નહી

તમે બી ક્યાં કદી બોલ્યા છો ?

No comments:

Post a Comment