7.12.14

કોને કહું આ વાત જી 

ઉગે સવાર ને બોલે છે કાગડો  
હૈયું કરે છે વહાલમાં મળવાનો ત્રાગડો
કો ને કહું વાત જી
હું તો જાગી આખી રાત જી
છાના ના રહેશે આંખો ના ઉજાગરા
કરશે તો આબરુના ધજાગરા
સહિયર શાને કરે પંચાત જી
હું તો જાગી આખી રાત જી
રણઝણ તું ઝાંઝર રહેતું ના છાનું
વાત તારી એકે હું તો નહિ માનું
માંગી ભવ-ભવનો સંગાથ જી
હું તો જાગી આખી રાત જી
કોને કહું વાત જી  

No comments:

Post a Comment

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...