7.12.14

સુવાક્યો ની સરગમ - ૧

સુવાક્યો ની સરગમ 

પૈસાની તાકાત સમજવામાં આપણે અતિશયોક્તિ કરી બેઠા અને પરમાત્માની શક્તિનો અંદાજ લગાવવામાં અલ્પોકિત કરી બેઠા છીએ 

***

જેનું મન અવારનવાર નારાજ  થતું રહે છે સંસારી , આત્માની ભૂમિકા અને મનને નારાજ કરતા રેહવાની જેની તૈયારી હોય એ ધર્મી 

***
મન કેવું વિચિત્ર છે  સ્વ કરતા પર ની વધુ પ્રશંશા નારાજ થઇ જાય અને પર કરતા સ્વ ની છી  નિંદા થાય તો એ રાજી થઇ જાય છે 

***

મને જે મળ્યું છે એ સારા માર્ગે વાપરવું છે એ નિર્ણય ભલે પછી કરો પણ સારું જે મળ્યું છે એ બધું પ્રભુના પ્રભાવે મળ્યું છે એ શ્રદ્ધા આજે સ્થિર કરો 

***

યાદ રાખજો પુણ્યના ઉદય થી મળતા સુખને સ્વીકારી લેવાની નાં પાડી શકીશું પણ પાપના ઉદય થી આવતા દુખને આપણે સ્વીકાએવુંજ પડશે 

***

તંદુરસ્ત રેહવું હોય તો એ તંદુરસ્તીની આડે આવતા તમામ દ્રવ્યોથી દુર રેહવું પડે છે તેમ ગુણવાન બનવું હોય તો તે ન બનવા દેતા પરિબળોથી દુર રેહવું પડે 

***

ગઈકાલને જે સ્મુતીપ્થ ઉપર રાખ્યા જ કરે છે એની આવતીકાલ ભવ્ય બનવાની સંભાવના પર કાયમી પૂર્ણવિરામ મુકાઈજાય છે 

***

જીવન માં એક વાત નો ખ્યાલ રાખજો કે પુણ્યની તાકાત શ્રેષ્ઠ જ આપવાની છે પણ શુભ માટે તો આપણે ધર્મના શરણે જ આવવું પડે છે 

***

No comments:

Post a Comment