28.10.11

તમે કેવા નીકળ્યા ?

મારા ઝખ્મો કોને બતાવું ?
તમે તો અંધ નીકળ્યા
લાગણીઓ કોને સંભળાવું ?
આ કાન બંધ નીકળ્યા 
કોરા કાગળ માં પણ રંગીન સંબંધ નીકળ્યા 
તમારી યાદો ના ઊંડા દલ - દલ નીકળ્યા 
ચાહી હતી ખરી તને દીલ થી 
કીતું તમે પણ વફાના દુશ્મન નીકળ્યા 
તને બતાવી કબર મારા પ્રેમની 
આંસુ ના બે ફૂલ ટુ ના મૂકી શકી 
ભીંજાયા લાગણી ના વરસાદ માં અમે 
ને તું કોરી નીકળી જળ સમજી તને
 ને મૃગ જળ નીકળી તું 
પોતાની સમજી તને ને
પોતાના ને જ પારકા ગણ્યા તે 
પૂછ્યા મેં કેટલાય સવાલો તને 
ને ચુપચાપ ચાલી નીકળી તું 
ચુપચાપ ચાલી નીકળી તું 
 
"તસ્વીર તમારી"
 જોઈ તી હતી મારે તસ્વીર તમારી ના મળી અમેન છબી તમારી 
ચ્બીઓનો તો ક્યાં તોટો હતો પણ એમાં ક્યાં હતી ઝલક તમારી 
શું કરીએ ખરાબ હતી તકદીર અમારી તેથી મઢાવી હતી ખુદ તસ્વીર અમારી 
એને રાખી છે ભીંતે ને ટીંગાડી તસ્વીર નહી મારી તસ્વીર ના નૈનો માં જો 
એમાં કંડારી રાખી છે છબી તમારી 
જોઈ તી હતી મારે તસ્વીર તમારી ના મળી અમેન છબી તમારી 
"મન થાય છે "
ડુંગરા દુર થી રળીયામણા પણ જોવાનું મન થાય છે 
નથી તું મારી પાસે ત્યારેજ તને મળવાનું મન થાય છે 
ક્યારે કઈ પળે મળીશ તું આ જીવન માં હે ભગવાન 
આ ભવ સુધારવાનું મન થાય છે સુંદર છો તમને તન ને મન થી
રાજ કરશો હંમેશા આ હૃદય પર કદાચ 
મારું મન એટલેજ બીજાને ન ગમાડતા
તમને માથે બેસાડવાનું મન થાય 
સવાર - બપોર  ને સાંજના દરેક પળે યાદ આવે છે 
યાદ કેમ આવો છો એટલા બધા કદાચ 
મન કેહ્શે કે અમને તો ભૂલી જવાનું મન થાય છે 

"લાગે છે "
મળ્યા નથી આપણે કદી પણ મળ્યા હોઈએ તેવું લાગે છે 
આપણે જોયા નથી પણ જોયા હોય તેવું લાગે છે 
નથી સંબંધ આપણી વચ્ચે છતાં ગાઢ સંબંધ જેવું લાગે છે
તમે છો દુર ઘણા છતાં સદા સમીપ હોય તેવું લાગે છે 
નથી હાજરી તારી છતાં  પણ આપણી પ્રતીતી જેવું લાગે છે 
મારા આ મન માં આ અપના વીચારો ને યાદી આપણી જ લાગે છે 
આજે આજે આપણી વચ્ચે જે કઈ પણ....મને તો .....જેવું લાગે છે 
આપ ને શું લાગે છે ?


"પથ્થર"
પથ્થર ને નીર્જીવ ન સમજો તે પણ હસે છે તે પણ રડે છે 
પાવર ગ્લાસ લઇ ને નીહાળી જુઓ તમને કેવા ટગર-ટગર જુવે છે 
 ગતી નથી છતાં અપાહીજ નથી મૌન છતાં તે ઘણું કહે છે 
 અનેક રૂપે રંગાયો છતાં તેની સામે કોણ જુએ છે 
દીલ માં એક ચીજ ઉઠી છે છતાં મૌન સદા એ ધરે છે 
 પશુ -પંખી પ્રત્યે દયાની પુકાર પથ્થર માટે ક્યાં નવાઈ છે 
 પથ્થર ને નીર્જીવ ન સમજો તે પણ હસે છે તે પણ રડે છે 

"જીવતા શીખો "
આતો જીવન છે જીવતા શીખો સંબંધો સંબંધો ની પડેલી દ્રાર ને શીવતા શીખો 
ઘણી વાર આવી જાય છે નાની - નાની ભૂલો ની વેદના 
 દુ:ખો ને પણ જીવતા શીખો આતો જીવન છે જીવતા શીખો 
ઘણી ઈચ્છા હોય છે ઘણું મેળવવાની બધુ મળતું નથી 
જે કઈ મળે તેમાજ સંતોષ માણતા શીખો 
દુ:ખી ઘણાય છે અહીં ને દુ:ખો ના સ્વરૂપ છે ઘણા 
કેહવું એટલું જ છે ...ખુશ રેહતા શીખો 
આતો જીવન છે જીવતા શીખો 
  

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...