7.12.14

તમન્ના

તમન્ના હતી એક થશે પ્રભાત 
પળ માં એ ખંડાઈ ગઈ 
કદી નહોતા જોયા 
સપના રાત એવી લંબાઈ ગઈ 
પ્રકાશ પણ ક્યાંથી આવવાનો 
કદાચ તિમિર જ હશે 
પળે પળ ઝંખી શકું પ્રકાશ ને 
ઘડી એવી આરંભાઈ ગઈ 
ક્યાં સુંધી રાખું શ્રદ્ધા 
ક્યાં સુંધી રાહ જોઉં 
હવે તો લાગે હે પ્રભુ 
પ્રકૃતિ તારી બદલાઈ ગઈ 

પ્રેમ નો અંકુર ફૂટે 

વસંત સુણી સાદ પ્રકૃતિ નો 
અંતર સૌ ના ઝૂમી ઉઠે 
ફૂલ ફોરમે પક્ષી તણા કલરવે 
સૃષ્ટિ સારી પુલકિત બને ...વસંતે .....
હર હૈયે પ્રેમના અંકુર ફૂટે દ્રષ્ટિ પડ્યે
પ્રકૃતિ હસ્તી ભાસે
ઉજવી ઉત્સવ લોક હૈયા રાખે
ધરતી  પર એ સ્વર્ગ ઉતરતું દીસે 
કોને કહું આ વાત જી 

ઉગે સવાર ને બોલે છે કાગડો  
હૈયું કરે છે વહાલમાં મળવાનો ત્રાગડો
કો ને કહું વાત જી
હું તો જાગી આખી રાત જી
છાના ના રહેશે આંખો ના ઉજાગરા
કરશે તો આબરુના ધજાગરા
સહિયર શાને કરે પંચાત જી
હું તો જાગી આખી રાત જી
રણઝણ તું ઝાંઝર રહેતું ના છાનું
વાત તારી એકે હું તો નહિ માનું
માંગી ભવ-ભવનો સંગાથ જી
હું તો જાગી આખી રાત જી
કોને કહું વાત જી  

સુવાક્યો ની સરગમ - ૧

સુવાક્યો ની સરગમ 

પૈસાની તાકાત સમજવામાં આપણે અતિશયોક્તિ કરી બેઠા અને પરમાત્માની શક્તિનો અંદાજ લગાવવામાં અલ્પોકિત કરી બેઠા છીએ 

***

જેનું મન અવારનવાર નારાજ  થતું રહે છે સંસારી , આત્માની ભૂમિકા અને મનને નારાજ કરતા રેહવાની જેની તૈયારી હોય એ ધર્મી 

***
મન કેવું વિચિત્ર છે  સ્વ કરતા પર ની વધુ પ્રશંશા નારાજ થઇ જાય અને પર કરતા સ્વ ની છી  નિંદા થાય તો એ રાજી થઇ જાય છે 

***

મને જે મળ્યું છે એ સારા માર્ગે વાપરવું છે એ નિર્ણય ભલે પછી કરો પણ સારું જે મળ્યું છે એ બધું પ્રભુના પ્રભાવે મળ્યું છે એ શ્રદ્ધા આજે સ્થિર કરો 

***

યાદ રાખજો પુણ્યના ઉદય થી મળતા સુખને સ્વીકારી લેવાની નાં પાડી શકીશું પણ પાપના ઉદય થી આવતા દુખને આપણે સ્વીકાએવુંજ પડશે 

***

તંદુરસ્ત રેહવું હોય તો એ તંદુરસ્તીની આડે આવતા તમામ દ્રવ્યોથી દુર રેહવું પડે છે તેમ ગુણવાન બનવું હોય તો તે ન બનવા દેતા પરિબળોથી દુર રેહવું પડે 

***

ગઈકાલને જે સ્મુતીપ્થ ઉપર રાખ્યા જ કરે છે એની આવતીકાલ ભવ્ય બનવાની સંભાવના પર કાયમી પૂર્ણવિરામ મુકાઈજાય છે 

***

જીવન માં એક વાત નો ખ્યાલ રાખજો કે પુણ્યની તાકાત શ્રેષ્ઠ જ આપવાની છે પણ શુભ માટે તો આપણે ધર્મના શરણે જ આવવું પડે છે 

***

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...