દીદાર મુજથી થઇ ગયો
વાતમાં ને વાત માં પ્યાર મુજથી થઇ ગયો
ફૂલ ભેગા કર્યા તો હાર મુજથી થઇ ગયો
અડપલા ના આ ફુવારે સ્પર્શની
આ બહારમાં અણસાર મુજથી થઇ ગયો
ભાગ્ય આંગણમાં હવેતો વિશ્વાસની મેડી હતી
હાથ માં હાથ આવતા ઈકરાર મુજથી થઇ ગયો
સમય ની શરણાઈઓમાં મિલન સુર જાગી ગયા
પરિચય ની ભરી સભામા સત્કાર મુજથી થઇ ગયો
પ્રેમ-પંખીડા નું બિરુદ મળતા શમણાં રહ્યા ઉડતા
હૈયાના આ ધબકારથી આભાર મુજથી થઇ ગયો
"રેખા" આ જીવન પથ પર પ્રીત ની મંઝીલ છે
પ્રતિજ્ઞાના પ્રથમ પગથીયે દીદાર મુજથી થઇ ગયો
વાતમાં ને વાત માં પ્યાર મુજથી થઇ ગયો
ફૂલ ભેગા કર્યા તો હાર મુજથી થઇ ગયો
અડપલા ના આ ફુવારે સ્પર્શની
આ બહારમાં અણસાર મુજથી થઇ ગયો
ભાગ્ય આંગણમાં હવેતો વિશ્વાસની મેડી હતી
હાથ માં હાથ આવતા ઈકરાર મુજથી થઇ ગયો
સમય ની શરણાઈઓમાં મિલન સુર જાગી ગયા
પરિચય ની ભરી સભામા સત્કાર મુજથી થઇ ગયો
પ્રેમ-પંખીડા નું બિરુદ મળતા શમણાં રહ્યા ઉડતા
હૈયાના આ ધબકારથી આભાર મુજથી થઇ ગયો
"રેખા" આ જીવન પથ પર પ્રીત ની મંઝીલ છે
પ્રતિજ્ઞાના પ્રથમ પગથીયે દીદાર મુજથી થઇ ગયો