ગઝલ
તારાઓ ગયા આથમી ને,
આકાશ કોરું રહી ગયું
સ્વજનો ગયા સીધાવીને ,
માત્ર સ્મરણ તેમનું રહી ગયું
સુરજ ગયો આથમી ને ,
પાછળ અંધારું રહી ગયું ,
ચાહકો સૌ ચાલ્યા ગયા ને,
મુંજ દીલ કુંવારું રહી ગયું ,
બાગ ગયો કરમાઈ ને ,
આંગણું સુનું થઇ ગયું ,
મીઠું કરવા મથતો હતો ને ,
અંતે અંતર ખારું થઇ ગયું ,
કવી :- વસંત દવે ( સંગમ)
No comments:
Post a Comment