1.4.10

શબ્દો ની સરવણી

શબ્દો ની સરવણી

પર્ણ , પુષ્પ, પથ , પર્વત, પ્રજ્ઞા ને પ્રેમ પ્યારા છે બહુ મને
સુર , સ્વર, સંગીત , સરોવર, સંધ્યા, સમાવવા છે ભીતરમાં મારે
દિપ , દુનિયા , દિલ , દાવાનળ ને દયા દઝાડે છે વારંવાર મને
મોહ , માયા, મમતા, મદ , મનસા , ને મેદની મનમાં અતિ ચૂમે છે મને
નેણ , નેહ , નામના , નિશા , નવરાશ , નબળાઈ એ મારી જરાક
તૃપ્તિ, ત્વરા, તરવરાટ, તેજ , તાદાત્મ્ય, તરવરે છે તરંગ રૂપે મુજમાં
કાવ્ય , કમળ, કેસુડો ,કળા ને કોકિલ કહે છે કઈ કાન માં મારા
હાસ્ય , હાશ, હર્ષ , હવા , હળવાશ ,હરખાવે છે સપર્શી ને મને
રંગ , રસ , રમણીયતા , રતાશ , રસિકતા , રોમાંચ લાવે છે હૃદય માં
આસ્થા, આશા , અસ્મિતા , આકાંક્ષા , આસ્વાદ છુ એ રૂપે જીવન ને
જગત, જનમ , જનની , જોખમ , જીવતર ,જામતી નથી વાર્તા મારી આ સર્વ ને
વાદળ , વેદના , વ્યથા , વસવસો , વલોપાત , વમળ બની ડૂબાડવા ચાહે છે મને
ધૈર્ય, ધરપત , ધવલતાથી ધ્રુર્ણા , ધરખમ ધોધ વચ્ચે પણ તરી નીકળીશ
આ સંસાર સાગર હું આત્મ બળથી

No comments:

Post a Comment

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...