ખોવાઈ ગયા
ખુશી ના દીવસો માં અમે હસતા શીખ્યા નહી
રડવા ની ઈચ્છા થઇ પણ આંસુ ઓ ખોવાઈ ગયા
વસંત ના આગમન ની પહેલા વુક્ષો સુકાઈ ગયા
બહાર ની રાહ જોઈ ખીજા માં ખોવાઈ ગયા
શાંતી ના નીર સમંદર માં સમાઈ ગયા
લાખો ગમ છુપાવી ખુશી માં ખોવાઈ ગયા
કવી બન્યા પણ કાગળ કોરા રહી ગયા
કલમ ચલાવ્યા પહેલા શબ્દો ખોવાઈ ગયા
No comments:
Post a Comment