1.10.19

દિલાસો

તું કંઈ બોલતી નથી
પણ સંભળાય છે મને
જે સંભળાય છે તે
લખાય છે હૈયે મને
તારા ખભે માથું મૂકીને
શાંતિથી સૂવું મને
બીજે બધે તો જાગવા જેવું લાગે મને
તું બારણાં બંધ કરી ને સુઈ જાય છે
સ્વપ્ના આવી બારણે ધકેલી જાય છે
હૈયામા ધરતી આકાશ ઘૂમે છે
તેથીજ તો ઉડાય છે ઊંચે નીચે મને
___ સારું છે કે તું સૃષ્ટિ પર છે
તારું હોવું દિલાસા નો ભાસ થાય છે મને

ગીરવી લીધી

પ્રેમમાં બુદ્ધિ ગીરવી લીધી
સમય ની શંકા ઝીરવી લીધી
અરજ છો ને રૂડના રૂવે
ઉરથી ઊર્મિ સેરવી લીધી
આભલા સિવી ઓઢણી તારી
પાઘડી સમજી ફેરવી લીધી
પ્રેમની ભિક્ષા માંગશે ને એ
ડોકમાં સાંકળ ભેરવી લીધી
ખેવના કર ઈશ્વર તું મારી
આજ તપ તિથિ ઠેરવી લીધી

~~~~વિનોદચંદ્ર બોરીચા~~~

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...