1.10.19

ગીરવી લીધી

પ્રેમમાં બુદ્ધિ ગીરવી લીધી
સમય ની શંકા ઝીરવી લીધી
અરજ છો ને રૂડના રૂવે
ઉરથી ઊર્મિ સેરવી લીધી
આભલા સિવી ઓઢણી તારી
પાઘડી સમજી ફેરવી લીધી
પ્રેમની ભિક્ષા માંગશે ને એ
ડોકમાં સાંકળ ભેરવી લીધી
ખેવના કર ઈશ્વર તું મારી
આજ તપ તિથિ ઠેરવી લીધી

~~~~વિનોદચંદ્ર બોરીચા~~~

No comments:

Post a Comment

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...