14.5.12

આજ ની નાની - નાની રમુજ

મેરેજ પ્રપોઝલ
હાથી એ કીડી ને કહ્યું આઈ લવ યુ
કીડી એ કહ્યું રેહવા દે ને અમારા ફેમેલીમાં ઇન્ટર સાઈઝ મેરેજ નથી થતા યાર

***

સંતા - તને ૧૦લાખ્ રૂપીયા મળી જાય તો શું કરે ?
સરદાર્જી - હું તો ખુશી થી પાગલ થઇ જાઉં  ને પછી એ ૧૦લાખ થી જીવ્ન ભર ઈલાજ કરાવ્યા કરું

***
૨૦૨૦ની  સાલ માં બેંક માં પોસ્ટર લાગ્યા હશે કે પેટ્રોલ ડીઝલ સી એન જી ખરીદવા માટે ની લોન અહીં મળે છે

***
સર - બાળકો તમે સૌ કોને સૌ થી વધુ નફરત કરો છો ?
બાળકો - રાજા રામ મોહન ને
સર - કેમ ?
બાળકો - કેમ કે તેઓએ બાળ - િવવાહ બંધ કરાવ્યા હતા

***

12.2.12


દેખાય છે
રે પ્રાથના દુનિયા તારી એમાંય સ્વાર્થ દેખાય છે
કરે પિતા પુત્ર ને પ્રેમ અમેય બુઢાપો દેખાય છે
કહે વાત કૃષ્ણ ગીતાની એમાંય કપટ દેખાય છે
કરે ભક્તિ સંતો એમાંય સ્વાર્થ દેખાય છે
કરે સેવા શિષ્ય ગુરુ ની એમાંય ગાદી દેખાય છે
કરે મંદિર ના ચણતર ઘણા એમાંય પ્રસિધી દેખાય છે
સ્વાર્થ ભરી આ દુનિયા માં ઈશ્વર રડતો દેખાય છે
જોઈ ને મારી આંખ થાકી ત્યારે બસ આટલું લખાય છે


ક્યાં સુંધી ?
જુઠના આ દ્રશ્ય ચાલે ક્યાં સુંધી ?
સાચ નો પડદો પડે ન ત્યાં સુંધી
આયનાઓ સાથ આપે ક્યાં સુંધી ?
ઘટ્ટ અંધારું ઢળે ના ત્યાં સુંધી
શબ્દના સૌ ખેલ ચાલે ક્યાં સુંધી ?
મૌન ના મુકે મલાજો ત્યાં સુંધી
તો તમારો સાથ  - બોલો ક્યાં સુંધી ?
ભુલા પડવાનું ભાન આવે ત્યાં સુંધી
ખોજ બીજાની કરીશું ક્યાં સુંધી ?
આપણે ખોવાઈએ ત્યાં સુંધી
કવી - જયંત પાઠક


એ આવશે
એ આવશે અંતર નો અવાજ થઇ
કે  તોપ્ ગોળો થઇ ને ધન ધન તો
એ આપશે સ્વર્ગ તણું સુખાસન
કે વેદનાના નર્કાગ્નીઓ બધા
એ સર્વ એના વરદાન મંગલ
કૃતાર્થ થઇ તૃપ્ત બની વધાવીએ
કવી સુન્દરમ

28.10.11

તમે કેવા નીકળ્યા ?

મારા ઝખ્મો કોને બતાવું ?
તમે તો અંધ નીકળ્યા
લાગણીઓ કોને સંભળાવું ?
આ કાન બંધ નીકળ્યા 
કોરા કાગળ માં પણ રંગીન સંબંધ નીકળ્યા 
તમારી યાદો ના ઊંડા દલ - દલ નીકળ્યા 
ચાહી હતી ખરી તને દીલ થી 
કીતું તમે પણ વફાના દુશ્મન નીકળ્યા 
તને બતાવી કબર મારા પ્રેમની 
આંસુ ના બે ફૂલ ટુ ના મૂકી શકી 
ભીંજાયા લાગણી ના વરસાદ માં અમે 
ને તું કોરી નીકળી જળ સમજી તને
 ને મૃગ જળ નીકળી તું 
પોતાની સમજી તને ને
પોતાના ને જ પારકા ગણ્યા તે 
પૂછ્યા મેં કેટલાય સવાલો તને 
ને ચુપચાપ ચાલી નીકળી તું 
ચુપચાપ ચાલી નીકળી તું 
 
"તસ્વીર તમારી"
 જોઈ તી હતી મારે તસ્વીર તમારી ના મળી અમેન છબી તમારી 
ચ્બીઓનો તો ક્યાં તોટો હતો પણ એમાં ક્યાં હતી ઝલક તમારી 
શું કરીએ ખરાબ હતી તકદીર અમારી તેથી મઢાવી હતી ખુદ તસ્વીર અમારી 
એને રાખી છે ભીંતે ને ટીંગાડી તસ્વીર નહી મારી તસ્વીર ના નૈનો માં જો 
એમાં કંડારી રાખી છે છબી તમારી 
જોઈ તી હતી મારે તસ્વીર તમારી ના મળી અમેન છબી તમારી 
"મન થાય છે "
ડુંગરા દુર થી રળીયામણા પણ જોવાનું મન થાય છે 
નથી તું મારી પાસે ત્યારેજ તને મળવાનું મન થાય છે 
ક્યારે કઈ પળે મળીશ તું આ જીવન માં હે ભગવાન 
આ ભવ સુધારવાનું મન થાય છે સુંદર છો તમને તન ને મન થી
રાજ કરશો હંમેશા આ હૃદય પર કદાચ 
મારું મન એટલેજ બીજાને ન ગમાડતા
તમને માથે બેસાડવાનું મન થાય 
સવાર - બપોર  ને સાંજના દરેક પળે યાદ આવે છે 
યાદ કેમ આવો છો એટલા બધા કદાચ 
મન કેહ્શે કે અમને તો ભૂલી જવાનું મન થાય છે 

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...