"સખી"
શું તુ જાણે છે ? સખી
મારુ કાવય કેવુ છે
તાજું... એકદમ તાજું
સવારે ખીલેલા ફુલ જેવું
ખુશનુમા સવાર ની ચાહ જેવું
દુર ગગન માં ઉડતા પંખીઓના
સમી સાંજના ટહુકા જેવું
તારી જુલ્ફો ના રહી ગયેલા
એકાદ પાંણી ના ટીપા જેવું
ભર ઊનાળામાં તારા હોઠ ને
નાક ની વ્ચચે બાઝેલા પર્સેવાના ટીપા ની કતાર જેવું
શું તું જાણૅ છે ? મારા કાવય વીશે ?
આ હ્મ્ણાં જ લ્ખાયેલું એક્દમ તરોતાજું
કાવ્ય ફકત તારા માટ જ છે સખી ફક્ત તારા માટે
No comments:
Post a Comment