નથી
મંઝીલ નથી મુકામ નથી ને સફર નથી
જીવું છું જીન્દગી ને જીન્દગી ની અસર નથી
ખુશ હાલ આ ચમન છે , ફૂલોમાં મહેક છે
તો એ નથી બહાર અને પાનખર નથી
લોકો અહીં અજાણ્યા - અજાણ્યા ,
ગલી ને ઘર , મારું કહી શકાય તેવું નગર નથી
મારી જ ઓળખાણ મને પૂછશો નહી
તમને તો ખબર નથી , મને પણ ખબર નથી
મંઝીલ નથી મુકામ નથી ને સફર નથી
જીવું છું જીવન ને જીન્દગી ની અસર નથી
No comments:
Post a Comment