*તું કયાં સમજે છે........*
તને તો બસ એ મારો ગુસ્સો જ દેખાય છે
પણ મારા એ ગુસ્સા પાછળના પ્રેમને
*તું ક્યાં સમજે છે*
વારંવાર તને call કે msg કરું તો તને એ હેરાનગતિ લાગે છે
પણ આની પાછળ રહેલી મારી ચિંતાને
*તું ક્યાં સમજે છે*
કોઈ વાત માટે તને રોક ટોક કરું તો એ તને બંધન લાગે છે
પણ એ રોક ટોક પાછળ નું કારણ
*તું ક્યાં સમજે છે*
એમ તો તુ કહે છે હું તને અને
તારી દરેક વાતોને સમજુ છું
પણ અફસોસ મારી એ દરેક વાત પાછળ છુપાયેલા અર્થને
*તું ક્યાં સમજે છે*
No comments:
Post a Comment