14.11.21

બાળ દિવસ

 નવેમ્બર ૧૪ એટલે બાળ દિવસ

બાળ દિવસ ની ઉજવણી કરીએ છીએ આપણે સૌ પરંતુ આજે પણ વિશ્વ ભરના બાળકો ને  પોષણક્ષ્મ આહાર અને શિક્ષણ થી વંચિત છે આ એક કડવી વાસ્તવિકતા છે 

બાળક ને આપણે તેનું ધાર્યું જ ક્યાં કરવા દઈએ છીએ બાળક નાનું હોય ત્યારે એની સતત કાળજી રાખીએ છીએ બાળક જ્યારે એક ઉમર નું થાય ને માતા પિતા ની ઉમર થાય ત્યારે પણ માતા પિતા તમને કશી ખબર ના પડે તમારા કરતા વધારે દિવાળી જોઈએ છીએ તેમ કરી ને તેની અવગણના કરતા હોઈએ છીએ તો પછી એક બાળક ના જન્મ થી તે તેના બાળકો સુંધી પણ બાળક જ અને ત્યાર પછી પણ બાળક જ

શું આજ બાળ દિવસ ની ઉજવણી છે વર્ષો થી બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે પરંતુ દરેક વર્ષે શું સંકલ્પો કર્યા , અને કેટલા સંકલ્પ પૂરા થયા ના કોઈ કોઈ ને પૂછે છે ના આપણે આપણી જાતને પૂછીએ છીએ 

તો પછી બાળ દિવસ ની ઉજવણી કોના માટે શા માટે. 


આપના પ્રતિભાવ નો અભિલાષી 


1.5.20

ગરવી ગુજરાત

આજના ગુજરાત ના સ્થાપના દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ


લાંબો ડગલો મુંછો વાંકડી
શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
તન છોટુ પણ મન મોટું
છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભલો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી
સૌ મિત્રો ને ગુજરાત
સ્થાપના દિવસ ની
હાર્દિક શુભકામના.....
🌹જય જય ગરવી ગુજરાત 💐
🙏🇮🇳🇮🇳🇮🇳🙏

અજ્ઞાત

1.10.19

દિલાસો

તું કંઈ બોલતી નથી
પણ સંભળાય છે મને
જે સંભળાય છે તે
લખાય છે હૈયે મને
તારા ખભે માથું મૂકીને
શાંતિથી સૂવું મને
બીજે બધે તો જાગવા જેવું લાગે મને
તું બારણાં બંધ કરી ને સુઈ જાય છે
સ્વપ્ના આવી બારણે ધકેલી જાય છે
હૈયામા ધરતી આકાશ ઘૂમે છે
તેથીજ તો ઉડાય છે ઊંચે નીચે મને
___ સારું છે કે તું સૃષ્ટિ પર છે
તારું હોવું દિલાસા નો ભાસ થાય છે મને

ગીરવી લીધી

પ્રેમમાં બુદ્ધિ ગીરવી લીધી
સમય ની શંકા ઝીરવી લીધી
અરજ છો ને રૂડના રૂવે
ઉરથી ઊર્મિ સેરવી લીધી
આભલા સિવી ઓઢણી તારી
પાઘડી સમજી ફેરવી લીધી
પ્રેમની ભિક્ષા માંગશે ને એ
ડોકમાં સાંકળ ભેરવી લીધી
ખેવના કર ઈશ્વર તું મારી
આજ તપ તિથિ ઠેરવી લીધી

~~~~વિનોદચંદ્ર બોરીચા~~~

7.12.14

તમન્ના

તમન્ના હતી એક થશે પ્રભાત 
પળ માં એ ખંડાઈ ગઈ 
કદી નહોતા જોયા 
સપના રાત એવી લંબાઈ ગઈ 
પ્રકાશ પણ ક્યાંથી આવવાનો 
કદાચ તિમિર જ હશે 
પળે પળ ઝંખી શકું પ્રકાશ ને 
ઘડી એવી આરંભાઈ ગઈ 
ક્યાં સુંધી રાખું શ્રદ્ધા 
ક્યાં સુંધી રાહ જોઉં 
હવે તો લાગે હે પ્રભુ 
પ્રકૃતિ તારી બદલાઈ ગઈ 

પ્રેમ નો અંકુર ફૂટે 

વસંત સુણી સાદ પ્રકૃતિ નો 
અંતર સૌ ના ઝૂમી ઉઠે 
ફૂલ ફોરમે પક્ષી તણા કલરવે 
સૃષ્ટિ સારી પુલકિત બને ...વસંતે .....
હર હૈયે પ્રેમના અંકુર ફૂટે દ્રષ્ટિ પડ્યે
પ્રકૃતિ હસ્તી ભાસે
ઉજવી ઉત્સવ લોક હૈયા રાખે
ધરતી  પર એ સ્વર્ગ ઉતરતું દીસે 
કોને કહું આ વાત જી 

ઉગે સવાર ને બોલે છે કાગડો  
હૈયું કરે છે વહાલમાં મળવાનો ત્રાગડો
કો ને કહું આ વાત જી
હું તો જાગી આખી રાત જી
છાના ના રહેશે આંખો ના ઉજાગરા
કરશે એ તો આબરુના ધજાગરા
સહિયર શાને કરે પંચાત જી
હું તો જાગી આખી રાત જી
રણઝણ તું ઝાંઝર રહેતું ના છાનું
વાત તારી એકે હું તો નહિ માનું
માંગી ભવ-ભવનો સંગાથ જી
હું તો જાગી આખી રાત જી
કોને કહું આ વાત જી  

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...