18.8.13

મહેંકી ઉઠે ફૂલ 

પલકો માં છુપાવી તું લાવી
એક મદહોશ અદાકારી 
પ્રણયમાં સર્વસ્વ વહાવી 
ને મેં નોધાવી સહજ માં નાદારી 
તું માનની રૂપાળી પરી 
ને હું ધરતી ની મામુલી ધૂળ 
તું જરા મુસ્કુરાય તો મન 
ઉપવન માં મહેંકી ઉઠે ફૂ
ઝુલ્ફો માં ઘટા કાળી છે 
ભટકી જાય તેથીજ રાહી છુ 
ગાળો માં ફૂલો ની લાલી છે 
હોઠો પર ઝામ સુરાહી છે 
આંબા ડાળે ટહુકે કોયલ 
અંતરમાં ઉમ્નાગ છલકાઈ 
આશા બોલે છે અંગડાઈ 
ને મને માં ગુંજે છે શહેનાઈ .......
"ઘાયલ" 

ઘાયલ પર ઘા કરનારા 
ક્યારેક તો ઘાયલ ના દર્દ ને સમજો 
એક નજર મારા પર કરી
મારા ઘા પર મલમ કરવાનું તો સમજો 
આ રીતે ઘાયલ કરી તમે થાકશો 
અ થાક પણ મને ઘાયલ કરશે 
બીજું કશી ના સ્વીકારશો તમે 
માત્ર આ ઘાયલ પર વધુ ઘા કરવાનું તો સ્વીકારો 
અને જો ઘાયલ થી બાય તો ઘ્યાળા તા દીપી ઉઠશે 

તેથી શું ?

અહીં આપ મળ્યા ના મળ્યા તેથી શું ?
વેદના હું ઘાયલ બની ગળતો ગયો 
મેહેફીલ માં યાદો ની ઝૂક્યો તો ક્યારેક 
ને જામ માં તણખલું બની ડૂબતો રહ્યો 
હજર કદી શ્વાસે પણ નીરખી હોત તો 
કાતિલ સૂરોમાં હું ધબકતો જ ગયો 
આ હતી વેરાન હકીકત અમારી 
ભૂંસતો - ભૂંસતો "વિપુલ" મારતો જ રહ્યો 

પ્રથમ મિલન 

પહેલીવાર મળ્યા હતા , અજાણ હતા અમે 
લાગે છે હવે પુરાણા છો તમે 
પહેલા તમે "ન" હતા તો વેરાન હતા "અમે" 
લાગે છે હવે અમારું જીવન છો "તમે" 
પહેલા તમે "ન" હતા તો નિરાશ હતા "અમે"
લાગે છે હવે અમારી આશાઓ છો "તમે"
પહેલા "તમે" ન હતા તો નીર્ષા હતા "અમે" 
લાગે છે મીઠું શરબત છો "તમે" 
પહેલા "તમે" ન હતા તો કેદખાને હતા "અમે" 
લાગે છે હવે ફૂલો નું નઝરાણું છો "તમે" 
પહેલા "તમે" ન હતા તો વિરહ માં ઝળહળતા "અમે" 
લાગે છે અમારી જીન્દગી "વિપુલ" ચિરાગ છો "તમે "

21.7.13

દીદાર મુજથી થઇ ગયો 

વાતમાં ને વાત માં પ્યાર મુજથી થઇ ગયો
ફૂલ ભેગા કર્યા તો હાર મુજથી થઇ ગયો 

અડપલા ના આ ફુવારે સ્પર્શની 

આ બહારમાં અણસાર મુજથી થઇ ગયો 

ભાગ્ય આંગણમાં હવેતો વિશ્વાસની મેડી હતી
હાથ માં હાથ આવતા  ઈકરાર મુજથી થઇ ગયો 

સમય ની શરણાઈઓમાં મિલન સુર જાગી ગયા 

પરિચય ની ભરી ભામા સત્કાર મુજથી થઇ ગયો 

પ્રેમ-પંખીડા નું બિરુદ મળતા શમણાં રહ્યા ઉડતા 

હૈયાના આ ધબકારથી આભાર મુજથી થઇ ગયો 

"રેખા" આ જીવન પથ પર પ્રીત ની મંઝીલ છે 

પ્રતિજ્ઞાના પ્રથમ પગથીયે દીદાર મુજથી થઇ ગયો 


" આવીશ તું "

પ્રેમ તણા આ શ્વાસ માં પ્રેમ તણું ગુલાબ બની આવીશ તું 

ખીલી ઉઠ્યું છે અરમાન દિલમાં પ્રેમ બની આવીશ તું 

આ અંધકાર કેરા મારા પ્રેમ માં પુનમ કેરી ચાંદની બની આવીશ તું 

આજ નહિ તો કાલ એ દરવાજે દિલદાર બની આવીશ તું 

જોઇશ તારી રાહ હું અરમાન મને છે આવીશ તું 
" ચાહત "

ચાહતો હતો હૃદયથી તને 

મારી ચાહત તું ન સમજી શકી 

રાત - દિન ઝંખતો રહ્યો તને 
મારી વેદના તું ન સમજી શકી 

હ્ર્રરોજ નિહાળતો રહ્યો તને 

મારો ઈશારો તું ના સમજી શકી
મનની વાત કેહ્વી હતી ને 

મારો ઈરાદો તું ના સમજી શકી 

વિદાય વેળા એ યાદ કરતો રહ્યો તને 

મારી ફરિયાદ તું ન સમજી શકી 

દુખી હતો તોયે ભૂલી ન શક્યો તને 

મારી તડપ તું ન સમજી શકી 


" ભલે "

આજે ભલે  તમે મારી નજીક નથી
વીતેલા ક્ષણોની યાદ નો ભંડાર તો છો 

આજે ભલે મારા હઠ માં ફૂલ ગુલાબ નથી 

હથેળીમાં વિખરાયેલી પાંડીઓ તો છે 

આજે ભલે નયનો માં તમારા દર્શન નથી 

મારી આંખો માં આંસુઓ નો સાગર તો છે 

આજે ભલે મારા માટે લાગણી નથી 

મારા સ્પર્શના સ્પંદનો રોમેં ર્રોમ માં તો છે
આજે ભલે તમે મને પ્રેમ કર્યો નથી
ક્યરેક દિલ ના દરવાજા ખુલ્લા મુક્યા તો છે
આજે ભલે સમજ્યા છતાં સમજતા નથી
કોમલ ગાલ પર ચૂમી લીધી જોઈ તો છે
એહસાસ થયો પ્રેમનો તો કબુલ્યું નથી
દિલ ને કબર બનાવી જીવીએ તો છે
આજે ભલે સંબંધોમાં કોમળ સુવાસ નથી
સંબંધો ની દુનિયા આજે નાવાટી તો છે
આજે ભલે જીવ્યા તો જીવવા જેવું નથી
જીવન માં સ્નેહ ભરી આકૃતિ નું નામ તો છે
આજે ભલે હું દુર થવા માંગતો નથી  

ક્યરેક નજદીક રેહવા માં સાર તો છે 

આજે ભલે મને તરછોડ્યો નથી 

દુર થી જોઈને શ્વાસ ની હામ ભરીએ તો છે 

આજે ભલે ભીની મોસમમાં ભીંજાતા નથી 

ધરતી ની મીઠી સોડમ માણીએ તો છે 

આજે ભલે અંધકારમાં સ્પર્શનું તિમિર નથી 

આંગનની રાત રાણીને વેલીઓ વીંટળાઈ તો છે 
"નજરો "


આમતો નજરોથી નજર મળે છે 
પરંતુ ક્યારેક નજરોથી નજર ચોરાય છે 
આમ તો નજરોથી નજર મળે છે 
પરંતુ ક્યરેક નજરોથી દિલ ળે છે 
આમ તો નજરો રહેમ કરતી હોય છે 
પરંતુ ક્યરેક પણ બેરહેમ બનતી હોય છે 
આમ તો નજરોથી પ્રેમ નીતરતો હોય છે 
પરંતુ ક્યરેક ખફગી પણ દેખાતી હોય છે 
આમ તો નજરોથી માનવતા દેખાય છે 
પરંતુ ક્યરેક શેતાનની નજર પણ દેખાય છે 
આમ તો દરેક નજરોથી દ્રશ્ય દેખાય છે 
પરંતુ જેમ ઈશ વસ્યો તે નજર પહુ બની જાય છે 

25.5.13

તમારી યાદ 


તને યાદ કરું છુ તો મારું અસ્તિત્વ લાગે છે 
તને મનમાં રાખું છુ તો મારું મન લાગે છે 
તમે નથી ત્યાં બધુજ ઉદાસ લાગ્ચે છે 
તારી યાદ વગર આ દુનિયા મને મારાથી દુર લાગે છે 
તને કલ્પું છુ તો કલ્પનાઓ પણ રંગીન લાગે છે 
એ રંગો માં પણ અનેક રંગો નો ભાસ લાગે છે 
એ ભાસમાં હંમેશા તારો સહવાસ લાગે છે 
દોસ્તી કે પ્રેમ ?

શું સંબંધ છે તારી અને મારી વચ્ચે કે
જે મને હંમેશા તારી તરફ ખેંચે છે તારાજ વિચારો માં મશગુલ રાખે છે 
તારો અવાજ સાંભળવાથી જ મન ને શાંતિ થાય છે 
હંમેશા તારોજ સાથ ચાહું છુ તને ના જોઉં ત્યારે બેચેની અનુભવું છુ 
બીજી વ્યક્તિ કરતા પહેલા હંમેશા ત્માંરુજ નામ હોઠ પર આવે છે 
તને હું ખુશ જોવા માંગું છુ તારા માટે બધુજ બલિદાન કરવા તૈયાર છુ 
દુનિયાની બધી જ ખુશી તને મળે એવી પ્રભુ ને પ્રાર્થના કરું છુ 
હવે તમે જ કહો કે અને હું દોસ્તી કહું કે પરેમ ? ....દોસ્તી કહું કે પ્રેમ ?
" એવું પણ થાય છે "


આવું પણ થાય છે તમે જેને  ચાહો છો  એ બીજા ના થઇ જાય છે 
તમે જેણે ભૂલી શકતા નથી એ તમને ભૂલી જાય એવું પણ થાય છે 
તમે પ્યાસા થાઓ ને કાળ દુષ્કાળ માં પલટાય એવું પણ થાય છે 
તમે મંઝીલ કરીબ પહોંચો ને માર્ગ ભૂલી જવાય એવું પણ થાય છે 
તમે જેની રાહ જુઓ છો એ ખદ ને ના રોકી શકે એવું પણ થાય છે 
તમે હસતા હોવ ને આંખો રડતી દેખાય એવું પણ થાય છે 
કઈ પણ કહ્યા વગર બધુજ સમજી જાય એવું પણ થાય છે 
મને જે કહેઅવા માંગો છો એ મના માં જ રહી જાય એવું પણ થાય છે 

"તમને કહેવું છે" 

આવી છે વાત હોઠ પર પણ કહી શકતો નથી
ઈશારનું છે આ કામ પણ આંખો થી કહી શકતો નથી
લઇ ને નિશ્ચય આવ્યો છુ કે તને કૈક કહેવું છે
વસી રહેલી તારી યાદો નું ઉધાર લઇ ને ચુકવવું છે તમને   
યુવાની ની ખીલતી વસંતમાં બહાર બની ને મહેકવું છે 
સોહામણી સુગંધ આવે તો ફૂલ બની ને મહેકવું છે 
મન મારું કહેતા કહી ગયું તમને 
ચકાસજો દરેક પંક્તિમાં પ્રથમ અક્ષર ને 
પૂજા કહું આટલું પૂજનને કરજો ભરથાર 
જશો નહિ છોડી ને એણે નથી એનો કોઈ પાર 
પૂજન ના દિલ ને તું એક જ ભાવે પૂજા 
પછી છો ને મુજ ને હજારો મળે તો 
ગઝલ લખવી છે એતો એક બહાનું છે પૂજન 
એમાં તો લાગણી ના ક્યાય સાદ છે 
" કિસ્મત "
કિસ્મત ની બસ આજ કહાની છે 
ક્યારેક હસવાનું તો ક્યારેક રડવાનું છે 
કૈક ખોવાનું છે તો કંઇક મેળવવાનું છે 
સમજ્યો છે પછી જાણ્યું છે એક એક પણ અજનબી છે 
જીન્દગી એક સફર છે ક્યારે પૂરી થશે કોણ જાણે છે
એક પળ જી્વવાનું છે તો એક પળ મરવાનું છે  
કેમ કે જીન્દગી નો નથી કોઈ ભરોસો 
ક્યારેક મળવાનું છે તો ક્યારેક અલગ થવાનું છે 
સંબંધો તો જાણે બધા અજનબી છે 
ઉલઝન ના ધાગાઓ ને જિંદગીભર સુલઝાવવાના છે
આવે છે સુખ ને જાય છે દુખ
પરંતુ મારા કિસ્મત માં તો માત્ર દુખ છે
જીવન માં ઘણા લોકો કંઇક ખોઈ ને પણ ઘણું મેળવે છે
હું બધું ખોઈને પણ કીન ના મેળવી શક્યો
કિસ્મત આજ કરશે અનહોની થઇ ને રહેશે
કિસ્મત માં જે લખેલું છે તે થવાનું છે
બાકી બધા તો બહાના છે
દેખો કિસ્મત ની મજબુરી
દિલ નથી ચાહતું કહેવું જરૂરી છે
કેવી રીતે કહું ? શું થયું ? કહેવું પણ એક સજા છે
બસ એક અન્સુઓના દરિયામાં ડૂબી જવાનું છે
મિત્રો તામતી પણ આજ કહાની છે  

31.3.13

" તમે "
સુરજ ના પ્રથમ કિરણ ની સવાર છો તમે
એકલતાની ક્ષણોની એક યાદ છો તમે
આકાશ જેવી છે સ્વચ્છ લાગણી અમારી
ડુબતા સુરજની મધુર સાંજ છો તમે
મહેંકે છે જીવન તમારાથકી અમારુ
આંખોની પલક માં બંધ સંસાર છો તમે
 કોઇ િદ 'દૂર તો કોઇ 'દિ" નજદિક
અમારા જીવનની એ મજબુરી છો તમે
તમારા કપાળની રેખા નિહાળેછે મને
જીવનના સફરમાં એક માત્ર સાથીછો તમે.......

" आप "

सूरज की प्रथम किरण की स्वर हो आप
एकलता की पल की एक याद हो आप
आकाश जैसी शुद्ध लागनी आपकी
डूबता सूर्य की मधुर सांज हो आप
महेकता है जीवन आपकी थकी हमारा
आँखों की पलकों में बांध संसार हो आप
किसी दिन दूर तो किसी दिन समीप
मेरे जीवन की एक मज़बूरी हो आप
आप के भाल की रखे निहालती है मुजे
जीवन के सफ़र में एक ही साथी हो मेरे......
"સવારી "

માંગ્યો ત્ઘોદોમ પ્રેમ ને મને બદનામી મળી 
જીવનની આશા હતી ત્યાં સજાવેલી એક નનામી મળી 
બંધ હાથે ઘણા દિલોની  મને મુક સલામી મળી 
હયાત હોવા છતાં મને મારાજ ઘરની નીલામી મળી 
હવે આંખો શું નીર વહાવે ઘણી આંખો ની સાક્ષાત પ્રણામી મળી 
તારી ચાહ માં મેં ઘર સજાવ્યું ત્યારે મને મરણ પથારી મળી 
હવે હું શું કરું ઓ "છાયા" વિપુલ ને છેલ્લી વાર ચાર ખભાની સવારી મળી 

कहीं चांद

कहीं चाँद राहों में खो गया कहीं चाँदनी भी भटक गई  मैं चराग़ वो भी बुझा हुआ मेरी रात कैसे चमक गई  मिरी दास्ताँ का उरूज था तिरी नर्म पलकों की ...